http://yamicomputer.jimdo.com/software/
http://cpdhadhal.blogspot.in/p/blog-page_9747.html
http://computerseekho.com/home.html
http://www.tejasthakkar.com/
http://prashantgavaniya.blogspot.in/2013/02/blog-post.html
ઘાત અને આધાર (સ્લાઈડ શો)
કોષ (સ્લાઈડ શો)
રહેઠાણ અને આહારકડી (સ્લાઈડ શો)
પદાર્થના ગુણધર્મો (સ્લાઈડ શો)
સમવિભાજન અને અર્ધીકરણ (સ્લાઈડ શો)
વનસ્પતિના અંગોનો અભ્યાસ (સ્લાઈડ શો)
પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત (સ્લાઈડ શો)
ઘન,પ્રવાહી,વાયુ (સ્લાઈડ શો)
વાઈરસ અને બેક્ટેરીયા (સ્લાઈડ શો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૯ (૨૫૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૦ (૨૦૨ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૧ (૨૫૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૨ (૧૮૬ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૩ (૨૫૦ પ્રશ્નો)

બાળગીતો (બાળકોનો કલરવ) (ઈ-પુસ્તક)
૧૧૬ બાળગીતોનો સમાવેશ કરેલ છે ઘણી જગ્યા એ કવિઓના નામ ન મળવાને કારણે લખેલ નથી. જે કવિઓના કાવ્યોનો સમાવેશ થયો છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ ન થયા હોય અને તમારી પાસે હોય તેવા બાળગીતો આપ મને મોકલી શકો છો. બાળગીતો ડાઉનલોડ કરો શાળામાં ખૂબજ ઉપયોગી થશે.
http://cpdhadhal.blogspot.in/p/blog-page_9747.html
http://computerseekho.com/home.html
http://www.tejasthakkar.com/
http://prashantgavaniya.blogspot.in/2013/02/blog-post.html
શબ્દપ્રીત
ભલે પધાર્યા અમારે આંગણે
વાંચવા માટે જે તે નામ પર ક્લિક કરો
લોકકથા
સૌરાષ્ટ્રની રસધાર ૧
સૌરાષ્ટ્રની રસધાર ૨
સૌરાષ્ટ્રની રસધાર ૩
સૌરાષ્ટ્રની રસધાર ૪
સૌરાષ્ટ્રની રસધાર ૫
ડોશીમાંની વાતો
દાદાજીની વાતો
જીવનચરિત્ર
માણસાઈના દીવા
નવલકથા
સોરઠ, તારાં વહેતાં પાણી
લઘુકથા
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
પ્રવાસ
સોરઠને તીરે તીરે
આભાર : વિકિસોર્સ
લોકકથા
સૌરાષ્ટ્રની રસધાર ૧
સૌરાષ્ટ્રની રસધાર ૨
સૌરાષ્ટ્રની રસધાર ૩
સૌરાષ્ટ્રની રસધાર ૪
સૌરાષ્ટ્રની રસધાર ૫
ડોશીમાંની વાતો
દાદાજીની વાતો
જીવનચરિત્ર
માણસાઈના દીવા
નવલકથા
સોરઠ, તારાં વહેતાં પાણી
લઘુકથા
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
પ્રવાસ
સોરઠને તીરે તીરે
આભાર : વિકિસોર્સ
(૧) માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી
(૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી
(૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી
(૩) માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી
(૪) રાઇટ ક્લિક ડિસેબલ હોય અને ટેક્સ્ટ કૉપી કરવી હોય તો ?
(૫) યુટ્યુબમાંથી વિડીઓ કેવી રીતે ડાઉનલોડ કરશો ? કુલ ૦૯ રીતો
(૬) ડાઉનલોડ લીંક ન હોય તો પણ MP3 (એમ.પી.થ્રી.) ગીતો કેવી રીતે ડાઉનલોડ કરશો ? કુલ ૦૨ રીતો
ડાઉનલોડ કરવા માટે કમ્પ્યૂટર કોર્નર (પેજ) પર ક્લિક કરો અથવા અહીં ક્લિક કરો
આ બ્લોગમાં નવું શું ? (તા. ૧૨/૦૫/૨૦૧૩)
ડાઉનલોડ કરવા માટે જે તે પેઇઝ પર જાઓ
(૨) ગણિત કોર્નર
બેંકિંગ (સ્લાઈડ શો)ઘાત અને આધાર (સ્લાઈડ શો)
(૩) વિજ્ઞાન કોર્નર
ચાલો માટી વિશે જાણીએ (સ્લાઈડ શો)કોષ (સ્લાઈડ શો)
રહેઠાણ અને આહારકડી (સ્લાઈડ શો)
પદાર્થના ગુણધર્મો (સ્લાઈડ શો)
સમવિભાજન અને અર્ધીકરણ (સ્લાઈડ શો)
વનસ્પતિના અંગોનો અભ્યાસ (સ્લાઈડ શો)
પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત (સ્લાઈડ શો)
ઘન,પ્રવાહી,વાયુ (સ્લાઈડ શો)
વાઈરસ અને બેક્ટેરીયા (સ્લાઈડ શો)
રોજગાર સમાચાર ક્વિઝ
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૮ (૨૦૦ પ્રશ્નો)રોજગાર સમાચાર ક્વિઝ – ૧૯ (૨૫૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૦ (૨૦૨ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૧ (૨૫૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૨ (૧૮૬ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨૩ (૨૫૦ પ્રશ્નો)
નમસ્કાર મિત્રો,
એજ્યુસફર ટીમ તરફથી હવે એક નવું સોપાન,
પુષ્પ ઉમેરાયું છે અને તે પણ પરિપત્ર વિભાગ સ્વરૂપે. ઘણી વેબસાઈટ કે બ્લોગ
પરથી તમે પરિપત્રો ડાઉનલોડ કરતાં હશો પરંતુ તેમાં તમને જોવા મળ્યું હશે કે
પરિપત્રમાં હેડર, ફૂટર અથવા વોટરમાર્ક સ્વરૂપે જે તે બ્લોગ કે વેબસાઈટનું
નામ પણ સાથે સામેલ હોય છે જેથી ઘણીવાર તમને તે ન ગમતું હોવા છતાં તમારે
તેનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે આપ સૌ આ ચિંતામાંથી મુક્ત થઇ એજ્યુસફરના આ
નવા વિભાગ પરથી પરિપત્રો તેના મૂળ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
તો ચાલો નવા સોપાન, પુષ્પની મુલાકાત એકવાર
લઈએ અને હા ગમે તો વારંવાર જરૂર પડે ત્યારે ગમે ત્યારે મુલાકાત લેવાની તો
ખરી જ ને ભાઈ તો સરનામું નોંધીને રાખજો હો.
http://paripatro.edusafar.com
આપની સેવાર્થે એજ્યુસફર ટીમ વતી
ભરત ચૌહાણ (ઓ-કાન્હા)
(૧) માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
(૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
(૩) માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
શિક્ષક મહિમા – રસિકભાઈ અમીન
શિક્ષક મહિમા વિષેના સુવિચારો ડાઉનલોડ કરવા માટે જે તે નામ પર ક્લિક કરો

શિક્ષક મહિમા – ૧ (૧ થી ૧૩ સુવિચારો)
શિક્ષક મહિમા – ૨ (૧૪ થી ૨૩ સુવિચારો)
શિક્ષક મહિમા – ૩ (૨૪ થી ૩૮ સુવિચારો)
શિક્ષક મહિમા – ૪ (૩૯ થી ૫૧ સુવિચારો)
શિક્ષક મહિમા – ૫ (૫૨ થી ૬૩ સુવિચારો)
શિક્ષક મહિમા – ૬ (૬૪ થી ૭૪ સુવિચારો)
શિક્ષક મહિમા – ૭ (૭૫ થી ૮૮ સુવિચારો)
શિક્ષક મહિમા – ૮ (૮૯ થી ૧૦૦ સુવિચારો)

બાળગીતો (બાળકોનો કલરવ) (ઈ-પુસ્તક)
૧૧૬ બાળગીતોનો સમાવેશ કરેલ છે ઘણી જગ્યા એ કવિઓના નામ ન મળવાને કારણે લખેલ નથી. જે કવિઓના કાવ્યોનો સમાવેશ થયો છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ ન થયા હોય અને તમારી પાસે હોય તેવા બાળગીતો આપ મને મોકલી શકો છો. બાળગીતો ડાઉનલોડ કરો શાળામાં ખૂબજ ઉપયોગી થશે.
ડાઉનલોડ કરો
સવજીભાઈ એમ. ભાગવત દ્વારા બનાવેલ ક્વિઝ ડાઉનલોડ કરો
ક્વિઝ – ૧ ડાઉનલોડ કરો
ક્વિઝ – ૧ માં ઇતિહાસ ક્વિઝ ભાગ ૧ થી ૮, પૌરાણિક ક્વિઝ ભાગ ૧ થી ૭, જનરલ ક્વિઝ ભાગ ૧ થી ૯, ભૂગોળ ક્વિઝ ભાગ ૧ થી ૩, સામાન્ય બુદ્ધિ ક્વિઝ ભાગ ૧ થી ૩, વિજ્ઞાન ક્વિઝ ભાગ ૧ થી ૩, રમત ક્વિઝ ભાગ ૧ થી ૫, ક્રિકેટ ક્વિઝ ભાગ ૧ થી ૯, મનોરંજન ક્વિઝ ભાગ ૧ થી ૧૨, રાજકીય ક્વિઝ ભાગ ૧ થી ૨, જનરલ અને દિવાળી ક્વિઝનો સમાવેશ થાય છે.ક્વિઝ – ૨ ડાઉનલોડ કરો
ક્વિઝ – ૨ માં સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, પૌરાણિક, રમત-જગત, વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે. સાથે સાથે સરળ, મધ્યમ અને કઠીન એવા પ્રશ્નોની પસંદગી પણ ખરી.ક્વિઝ – ૩ ડાઉનલોડ કરો
ક્વિઝ – ૩ ના બધાજ પ્રશ્નો કમ્પ્યૂટર વિષયને લગતા છે તો ચકાસો કમ્પ્યૂટર વિષયનું જ્ઞાન.ક્વિઝ – ૪ ડાઉનલોડ કરો
ક્વિઝ – ૪ માં કુલ ૫૦૦ પ્રશ્નો આપેલ છે જે દરેક વિષય તેમજ જનરલ નોલેજને સ્પર્શ કરે છે. જે તે પ્રશ્નસમૂહ પછી કૂદકો મારવાની છૂટ છે જેમકે ૧ પ્રશ્ન પછી તરતજ ૧૧ મો પ્રશ્ન સિલેક્ટ કરો, ૨૧ મો પ્રશ્ન, ૩૧ મો પ્રશ્ન આમ દસ -દસ પ્રશ્નો તમે સિલેક્ટ પણ કરી શકો છો.સવજીભાઈ એમ. ભાગવત દ્વારા Excel File માં બનાવેલ સોફ્ટવેર
(૧) માત્ર જન્મતારીખ દાખલ કરવાથી વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, મિલીસેકન્ડ, અઠવાડિયા, જન્મનો વાર આ બધુજ તમે જાણી શકો છો.
(૧) ડાઉનલોડ કરો
(૨) માત્ર જિલ્લાનું નામ સિલેક્ટ કરતાંની સાથે મુખ્ય મથક, જન સંખ્યા, કુલ તાલુકા અને નામ, કુલ ગામ અને ગામના નામ, ગાંધીનગરથી અંતર કિમીમાં અને ત્યાંનું શું વખણાય છે તે તમે જાણી શકો છો.
(૨) ડાઉનલોડ કરો
(૩) ભારત અંતર સારણી અને ગુજરાત અંતર સારણી મુખ્ય શહેરો વચ્ચેના અંતર કિલોમીટરમાં દર્શાવશે.
(૩) ડાઉનલોડ કરો
(૪) કોઈપણ બે સંખ્યા દાખલ કરો. તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ત્વરિત કરી આપશે.
(૪) ડાઉનલોડ કરો
(૫) મુદ્દલ રકમ, મુદત અને વ્યાજનો દર દાખલ કરવાથી તમને આપોઆપ ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ અને વ્યાજમુદ્દલ તથા સાદુંવ્યાજનું વ્યાજ અને વ્યાજમુદ્દલ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદુંવ્યાજ વચ્ચેનો તફાવત પણ શોધી આપશે.
(૫) ડાઉનલોડ કરો
(૬) કોઈપણ બે સંખ્યા દાખલ કરતાં તેનો સરવાળો, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે તમને તાત્કાલિક શોધી આપે છે.
(૬) ડાઉનલોડ કરો
(૭) કન્વર્ટર : ઈંચ – સેન્ટીમીટર, ફૂટ – સેન્ટીમીટર, વાર – મીટર, માઈલ – કિલોમીટર, મિલીમીટર – ઈંચ, મીટર – ઈંચ, મીટર – ફૂટ, સ્કવેર ઈંચ – સ્કવેર સેન્ટીમીટર, સ્કવેર વાર – સ્કવેર મીટર, સ્કવેર મીટર – સ્કવેર ફૂટ, અર – વાર, ચોરસ માઈલ – હેકટર, એકર – હેકટર, ઘન ઈંચ – ઘન સેમી, ઘન ફૂટ – ઘન મીટર, ઘન વાર – ઘન મીટર, લીટર – મિલીલીટર, લીટર – ડેસીલીટર, ડેકાલીટર – લીટર, લીટર – પાઈન્ટ, કર્વાટ – લીટર, ગેલન – લીટર, ગ્રેન – ગ્રામ, ડ્રામા – ગ્રામ, આઉસ – ગ્રામ, રતલ – કિલોગ્રામ, ટન – કિલોગ્રામ, મિલિગ્રામ – ગ્રેન, મેટ્રિક ટન – બ્રિટીશ ટન, વર્ષ – માસ, વર્ષ – દિવસ, વર્ષ – કલાક, વર્ષ – મિનિટ, વર્ષ – સેકન્ડ, માસ – દિવસ, માસ – કલાક, માસ – મિનિટ, માસ – સેકન્ડ, કલાક – મિનિટ, કલાક – સેકન્ડ, મિનિટ -સેકન્ડ, પ્રહર – કલાક, ઘડી – કલાક અહીં દર્શાવેલ દરેક નામ પ્રમાણે તેમજ તેના શબ્દો અવળ સવળ કરવાથી પણ કન્વર્ટ કરી આપે છે.
(૭) ડાઉનલોડ કરો
(૮) જાદુઈ અંકની રમત
(૮) ડાઉનલોડ કરો
શિક્ષક સામાજિક પરિવર્તનનો પ્રખર પ્રહરી
ભરતકુમાર એલ. ચૌહાણ
સથવારા સોસાયટી,
રેલવે સ્ટેશન સામે,
ધંધુકા તા.ધંધુકા જિ.અમદાવાદ
વ્યક્તિ અને સમાજને જોડતી જે અનેક કડીઓ છે, તેમાં સૌથી મહત્વની કડી શિક્ષણ છે. આજ જયારે શિક્ષણએ સામાજિક પરિવર્તનનું પ્રબળ અને અસરકારક માધ્યમ ગણાયું છે, ત્યારે શિક્ષણ આપનાર શિક્ષક એ સામાજિક પરિવર્તનનો પ્રહરી બને એ સ્વાભાવિક છે. સમાજ એ જીવંત એકમ છે. આ જીવંતતા સમાજમાં સતત પરિવર્તનશીલતાને અનિવાર્ય અને આવશ્યક બનાવે છે. સમાજ પરિવર્તનની આ અનિવાર્યતાને ધ્યાનમાં લઈને સમાજને ચોક્કસ દિશા અને ગતિ આપવાની જવાબદારી શિક્ષકની બની જય છે.
પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી એ તો ચાલ્યા જ કરવાની, પરંતુ આ પરિવર્તન સમાજોપયોગી દિશામાંજ થાય તે જોવાનું કામ શિક્ષકનું છે. સામાજિક પરિવર્તનને પચાવી શકે તેવા વ્યક્તિઓ ઘડવાનું કામ અને જવાબદારી પણ શિક્ષકની છે. સતત ચાલતી પરિવર્તનની આ પ્રક્રિયાને પચાવીને તેમાંથી ઉત્પન્ન થતાં શુભ તત્વોને સમાજના પ્રત્યેક માનવી સુધી પહોંચાડતા રહેવાની જવાબદારી શિક્ષક સિવાય બીજા કોઈ ઉપાડી શકે તેમ નથી. યોગ્ય સામાજિક પરિવર્તનને કારણે સમાજમાં રહેતા અને ખળભળી ઉઠતા લોકોને સમજાવવાનું કપરું કાર્ય શિક્ષકે નિભાવવાનું છે.
ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. કોઠારી શિક્ષણ પંચનું આ વિધાન શિક્ષણ સમાજ માટે ગૌરવપૂર્ણ અંજલિ સમાન છે. જો શિક્ષકનાં આવા ગૌરવ અને પ્રતિષ્ઠા હોય તો તેણે પોતાની સામાજિક ભૂમિકા અદા કરવી જ રહી.
સામાજિક પરિવર્તન એક બાજુ સમાજના ભૌતિક પાસામાંના પરિવર્તનનો અર્થ ધરાવે છે, અને બીજી બાજુ સમાજના સભ્યોનો વિચાર, મૂલ્યો અને વલણોમાં પરિવર્તનનો ભાવ પણ વ્યક્ત કરે છે. આ પરિવર્તન માટે અનેક પરિબળો ભાગ ભજવે છે. જેમાંથી શિક્ષક એ સામાજિક પરિવર્તન માટેનું મોટામાં મોટું પરિબળ છે તેમ કહી શકાય.
સામાજિક પરિવર્તનનું પ્રથમ પગથિયું : કેળવણી
જ્હોન ડયૂઈનાં મતે શાળા એક સામાજિક સંસ્થા છે અને શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જીવનભર સતત ચાલુ રહે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિના વર્તનમાં, તેના વ્યવહારોમાં પરિવર્તન લાવવામાં આવે છે. વ્યક્તિ એ સમાજનું અંગ છે. આથી સામાજિક પરિવર્તન માટે સમૂહના વ્યવહારમાં પરિવર્તન માટે વ્યક્તિ તરીકે શિક્ષક માધ્યમ બની શકે. આ વર્તન પરિવર્તનની પ્રક્રિયા આખરે તો સમાજના ઉત્કર્ષ માટે સહાયક બને છે.
શિક્ષણ કોઈપણ સમાજની સંસ્કારિતાને ટકાવી રાખવામાં, ફેલાવવામાં તથા વધારવામાં મહત્વનો ફાળો આપે છે. શિક્ષણની પ્રક્રિયાને પરિણામે વ્યક્તિમાં પરિવર્તન આવે છે અને વ્યક્તિ પરીવારતનને કરને સમગ્ર સમાજમાં પરિવર્તન જોવા મળે છે. જ્યાં સુધી લોકો સુશિક્ષિત ન હોય ત્યાં સુધી ધરમૂળથી સમાજ સુધારા કરવાની ઈચ્છા આકાશકુસુમવત રહેવાની. સરકાર ગમે તેવા ક્રાંતિકારી કાયદાઓ કરે પણ અભણ પ્રજા એના જૂના પૂરાણા પૂર્વગ્રહોમાંથી બહાર નીકળી કશો નવો સુધારો અપનાવે એવું ભાગ્યેજ જોવા મળે છે. આમ, કેળવણીના પાયા વિના સમાજની ઈમારત ઊભી થઇ શકે જ નહીં. સામાજિક પરિવર્તન લાવવા માટે અને સમાજને આધુનિક બનાવવા માટેની પૂર્વ શરત કેળવણી છે.
વ્યક્તિના સર્વાંગી વિકાસ દ્વારા સમાજિક પરિવર્તન :
શાળા એ સમાજની લઘુઆકૃતિ હોવાને કારણે શાળામાં અનેક બાળકો શિક્ષણકાર્ય મેળવી રહ્યા છે તેમને શિક્ષણ સંસ્કાર આપવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ શાળામાં હોવું જોઈએ. બાળકની ઈચ્છાશક્તિ, નિર્ણયશક્તિ અને સમાજ પ્રત્યેની કર્તવ્યબુદ્ધિ આપમેળે વિકસે એનું ધ્યાન શિક્ષકે રાખવું જોઈએ. શિક્ષકનું કર્તવ્ય ઘણુંજ કપરું છે. બાળકને માથે કશુંજ લાદ્યા વિના એના વ્યક્તિત્વનો વિકાસ સાધવામાં સહાયભૂત થવું એ મુશ્કેલ કાર્ય છે. શિક્ષકે પોતાના પૂર્વગ્રહો દૂર રાખી બાળકનો સર્વાંગી વિકાસ થાય, તેનામાં હકારાત્મક પરિવર્તન આવે તેનો ખ્યાલ રાખવાનો છે. આમ, શિક્ષક વ્યક્તિમાં પરિવર્તન લાવીને જ સમાજમાં પરિવર્તન લાવવામાં સહાયભૂત થઇ શકે.
વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા માટેનું સૌથી મહત્વનું પરિબળ શિક્ષક જ છે. ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ એમના પુસ્તક India 2020 A Vision of the new millennium માં લખે છે, “જો તમે કોઈપણ શાળામાં શિક્ષક હો તો તમારે ઘણો જ મહત્વનો ભાગ ભજવવાનો છે. કારણકે બીજા કોઈપણ કરતાં તમે ભવિષ્યની પેઢીને સૌથી વધારે અસરકારક ઘાટ આપી શકો છો.” આ જ છે શિક્ષકનું પથદર્શક તરીકેનું મહત્વનું કાર્ય. જો તમારે સ્થૂળ સ્તરે પરિવર્તન કરવું હોય તો તે પહેલા સૂક્ષ્મ સ્તરે પરિવર્તન કરવું જોઈએ.
સામાજિક વિકૃતિઓની સુધારણા દ્વારા સામાજિક પરિવર્તન :
આજે સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબજ વધતો જાય છે તેમ છતાં સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ કે દૂષણો ઓછા થતાં નથી. સમાજમાં પ્રણાલિકાગત ભેદભાવો, સંકુચિતતા, ગરીબી, બેકારી, યુવાનોનો અસંતોષ, રાજકીય અપરિપક્વતા, પરિવર્તન કરવાની અનિચ્છા વગેરે અનિષ્ટો આજે પણ જોવા મળે છે. આ ઉપરાંત ધર્મ, જ્ઞાતિ, અસ્પૃશ્યતા, ભેદભાવ, સ્ત્રીની હીનદશા વગેરે આપણા ભૂતકાલીન સામાજિક દૂષણોનાં વિષચક્રમાંથી આજે પણ આપણે મુક્ત થયા નથી.
લોકોની આર્થિક અવદશા, રાજકીય તકવાદ, દંભ, રૂશ્વતખોરી, અપ્રમાણિકતા, કૂપમંડૂકતા, બિનજવાબદારી અને સ્વાર્થીપણું જેવા અનિષ્ટો આપણા સમાજમાં દિવસે દિવસે વધતા ગયા છે. ઘણા ભણેલ ગણેલ લોકો પણ આવા અનિષ્ટોની જાળમાં ફસાયા છે.
શિક્ષક સમાજમાં આવી વિકૃતિઓને શોધે અને તેણે જડમૂળથી ઉખેડી નાંખવા માટેના તેનાથી બનતા તમામ પ્રયત્નો કરે તેમજ વિદ્યાર્થીઓને આવી વિકૃતિઓ સામે લડવા માટે તૈયાર કરે અને સમાજની અન્ય વ્યક્તિઓને પણ વિકૃતિઓ સામે લડવા માટેનો સંદેશ પહોંચાડે. જો સમાજમાં આવી વિકૃતિઓ એકદમ ઓછી થાય તો સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બને અને આ પરિવર્તન સમાજને લાભદાયક પણ નીવડે.
લોકશાહી સંરક્ષણ દ્વારા સમાજ પરિવર્તન :
લોકશાહીના વિચારબીજનું વાવેતર શાળા અને સમાજની ભૂમિમાં પાંગરે છે અને વિકસે છે. બાળકોમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય અને વિશિષ્ટ જીવનશૈલી રચાય તે માટેની ભૂમિકા શાળાએ અને શિક્ષકે તૈયાર કરવાની છે. શિક્ષકે વિદ્યાર્થીઓમાં લોકશાહીના જીવનમૂલ્યો એવા સુદ્રઢ કરવાના છે કે તે જ્યારે સમાજમાં જય ત્યારે તે સંનિષ્ઠ, કર્તવ્યશીલ અને પોતાના ઉત્તરદાયિત્વ, જવાબદારી પરત્વે સભાન રહી શકે અને સમાજમાં આવતા પરિવર્તનને સ્વીકારી શકે.
વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે. એમનામાં જો લોકશાહીનાં મૂલ્યોનું સિંચન કરવામાં આવે તો તેઓ ભવિષ્યમાં મોટા થઈને પરંપરાગત પૂર્વગ્રહોથી મુક્ત બની સુદ્રઢ સમાજવ્યવસ્થામા પોતાનો ફાળો આપી શકે.
લોકશાહીનાં મૂલ્યોનું સિંચન બાળપણમાં સહેલાઈથી કરી શકાય બાળપણમાં વિદ્યાર્થીઓનું માનસ કોમળ અને સંવેદનશીલ હોય છે. સમાજના પૂર્વગ્રહો પણ એમને સ્પર્શ્યા નથી હોતા તેથી નાની ઉંમરમાં વિદ્યાર્થીઓમાં લોકશાહીનાં મૂલ્યોનું સિંચન થવું જોઈએ. આવું સિંચન કરવાની સૌપ્રથમ જવાબદારી શિક્ષકની છે.
વિદ્યાર્થી લોકશાહીનાં મૂલ્યોનું સંરક્ષણ કરતાં જો શીખ્યો હશે તો પ્રાંતવાદ, કોમવાદ, ભાષાવાદ, ધાર્મિક કટ્ટરતા, આર્થિક ભ્રષ્ટાચાર જેવા દૂષણો તેણે અંતરાયરૂપ નહીં બને અને તે સમાજને પરિવર્તનની નવી ઉંચાઈઓ સર કરાવશે.
વ્યક્તિ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન :
શિક્ષક વ્યક્તિમાં પરિવર્તન લાવે અને એ પ્રમાણે આડકતરી રીતે સામાજિક પરિવર્તનમાં સહાયભૂત થાય એ વધારે સારો અને સાચો માર્ગ છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવનાર એક પરિબળ તરીકે શિક્ષકનું સ્થાન ઊંચું છે.
વ્યક્તિ પોતાની મેળે સ્વતંત્રપણે નિર્ણયો લેતા શીખે, પોતાના ગમા અણગમા વ્યક્ત કરે, સારી અને સાચી બાબતો વિશે વિચારી નિર્ણયો લઇ શકે, હકારાત્મક વલણ અપનાવે. જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કાર્ય કરશે તો સમાજને તેના લાભ મળશે. સમાજમાં હકારાત્મક વલણ ઉભું થશે. સામાજિક પરિવર્તનણે પચાવનારો વર્ગ ઊભો થશે. પરિવર્તનણે પરિણામે ઊભી થનારમુશ્કેલીઓનો માર્ગ પોતાની જાતે શોધી કાઢશે. આમ, એક એક વ્યક્તિનું પરિવર્તન એ પણ સામાજિક પરિવર્તનમા ફાળો આપશે.
ઉપસંહાર :
પ્રાચીનકાળથી આ સમાજને રાજાઓએ નહીં શિક્ષકોએજ ઘડ્યો છે. અહીં આચાર્યોની જ પરંપરા ચાલી છે. કેટકેટલા આચાર્યો થઇ ગયા તેમના નામ પણ આજે આપણે જાણતા નથી. આ બધા આચાર્યોએજ અહીંના સમાજને તૈયાર કર્યો છે. તેઓ દેશભરમાં ઘૂમી વળ્યા અને એમના ફેલાવેલા વિચારો અનુસાર અહીંનો સમાજ ઘડાતો ગયો.
આત્મગૌરવવાળા શિક્ષકો જ સામાજિક પરિવર્તન લાવવાના ભગીરથ કાર્યમાં સહાયભૂત થઇ શકશે. ગતિ ગતિને પ્રેરે છે, નિષ્ક્રિયતા નિષ્ક્રિયતાણે જન્માવે છે. તેથી શિક્ષકો ગતિશીલ બનશે તો જ તે વાલીઓ, કેળવણીનાં આયોજકો, સંચાલકો, સામાજિક અને રાજકીય નેતાઓને પણ ગતિશીલ બનાવી શકશે. કેવળ એક વ્યક્તિને માથે બોજો નાખી દઈને છટકી શકીએ નહીં. આપણે તો શિક્ષકમાં આત્મશ્રદ્ધા અને આત્મગૌરવ પ્રેરવાના છે. આવો શિક્ષક જ સામાજિક પરિવર્તનની મશાલ પ્રજ્વલિત રાખી શકશે.
સંદર્ભ સૂચિ :
દવે જયેન્દ્ર તથા અન્ય (૧૯૯૦); શિક્ષણની તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલાઓ,
(પાંચમી આવૃત્તિ), (અમદાવાદ: બી.એસ.શાહ પ્રકાશન)
રાવલ નટુભાઈ તથા અન્ય (૨૦૦૭); વિકસતા ભારતીય સમાજમાં શિક્ષણ,
(અદ્યતન પ્રથમ આવૃત્તિ), (અમદાવાદ : નીરવ પ્રકાશન)
વ્યાસ કે.સી.(૧૯૯૧); કેળવણીના સામાજિક પાયા, (દ્વિતીય આવૃત્તિ), (અમદાવાદ : યુનિવર્સિટી
ગ્રંથ નિર્માણ બોર્ડ)
સ્વામી નિખિલેશ્વરાનંદ (૨૦૦૬); શિક્ષક તો છે જ્યોતિર્ધર, (પ્રથમ આવૃત્તિ), (રાજકોટ :
શ્રી રામકૃષ્ણ આશ્રમ)
ઝાલા શૈલેશ (૨૦૦૬); યુગદ્રષ્ટા વિશેષાંક, (અમદાવાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)

રામાયણનાં પાત્રો (Ramayan Na Patro)

ભગવદ્ગોમંડલમાંથી સંકલન કરેલ રામાયણનાં પાત્રોનો પરિચય PDF બુક તરીકે

ભગવદ્ગોમંડલમાંથી સંકલન કરેલ રામાયણનાં પાત્રોનો પરિચય PDF બુક તરીકે
ડાઉનલોડ કરો
સંગીતના જુદા જુદા સાધનો ફોટોગ્રાફ્સ તરીકે
ડાઉનલોડ કરો

જવાબ આપોકાઢી નાખોHello Dear, if you want the best person for your hacking services of any sort, i'll strongly recommend you talk to (wizardcyprushacker@gmail.com) whatsapp +1 (424) 209-7204 for he's the best out there and totally good at what he does. Thank me later and pls tell him
kimperly lopez referred you.