કવીતા-ભજન-દુહા-છંદ

                                                         

દુહા-છંદ

                                                          


પૈસા પૈસા સહુ ચાહે,
પણ એ છે હથનો મેલ,
સઘળુ અહી.રહી જશે,
પુરો થશે જીવન ખેલ.

ઢાઈ અક્ષર પ઼ેમના,
પઢી પઢી પછતાય,
 જો લક્ષમી ગાંઠ નારહી,
તો ગૃહલક્ષમી પણ જાય.



હે સોરઠ સુરો  ના સરજીયો , ના ચઢ્યો  ગઢ ગીરનાર,
ના નાહ્યો ગંગા  ગોમતીએનો એળે ગયો  અવતાર જી રે….  (૧)
હે  સોરઠ  સિંગલ   દેશનોઅને જાત તણી  પરમાર,
બેટી તો રાજા  ઉમની , એને  પરણ્યો રાય  ખેંગાર  જી રે ……..(૨)
હે સોરઠ સિંગલ  દ્વીપની , અને તપસી  ઉભો દ્વાર,
ભિક્ષા દિએ રાની  સોરઠી, મારો સંગ  ચાલ્યો  કેદાર જી રે………(૩)
હે સોરઠ  રાગ  સોહામણો નેમુખેથી  કહ્યો નવ જાય,
જેમ જેમ ભાંગે રાતડી,   તેમ તેમ મીઠો  થાય જી રે ……………(૪)
હે હંસ ગતિ મૃગ લોચની, ને  સજ્યા  સોળે  શણગાર,
રાધા  તારા દેશમાં , અને વશ  કર્યાં કિરતાર  જી રે ……………..(૫)
હે  સોરઠ વાસી  દ્વારિકા, દેખી  રે ઉકામ   દેશ ,
મથુરામાં હરિ જનમિયા રે,   વસ્યા સોરઠ દેશ જી રે ……………(૬)
હે સોરઠ  પાક્યો આભલેને સુંડલો રહ્યો લોભાઈ,
ચાંચ તો પસારી પિયા કરે,રાજ રંગ ભિન કંઈ કંઈ જી રે………….(૭)
હે સોરઠ દેશ  સોહામણો રે, ને મુજને  જોયાના કોડ,
રત્નાકર સાગર  ઘૂઘવે , ને રાજ કરે   રણછોડ  જી રે……………….(૮)

=====================================================================================



ટિપ્પણીઓ નથી: