માંહિતી- વિભાગ

એક ક્લિકે વાંચો બધા ગુજરાતી બ્લોગ

અનીલ લીબાસીયા


અત્‍યારે ગુજરાતી બ્‍લોગની સંખ્‍યા હજારેક કરતાં પણ વધું છે. બધા બ્‍લોગ પર નવું શું અપડેટ થયું તે જાણવા દરેકની મુલાકાત લેવી પડે. અને તેમ કરવા જઇએ તો ઘણો સમય લાગે. તેનો સરસ ઉપાય છે, તમે નેચેના કોઇ પણ એક લિંક પર  ક્લિક કરશો એટલે તમને ખબર પડશે કે કયા કયા બ્‍લોગ પર કઇ કઇ તાજી કૃતિ મૂકાઇ છે. તમને કૃતિનું શિર્ષક, બ્‍લોગનું નામ, લેખક વગેરે મળશે. જે કૃતિ વાંચવી હોય તેના પર ક્લિક કરો એટલે તે બ્‍લોગ ખુલશે. બ્‍લોગની યાદી પણ છે. તમારો બ્‍લોગ હોય તો તમે ઉમેરી પણ શકો છો.મને ઘણા મિત્રો પૂછતા કે મે હમણાં ને શરૂં કર્યુ છે મારે શું કરવું? તો તેબધાના માનમાં એક કૃતિ મુકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તમે પણ આ કૃતિ તમારા મિત્રો ને ભેટ આપી શકો છો. નીચેના બટ્ટન પર ક્લિક કરીને ફેઇશબુક પર શેર કરી શકો છો.



લિંક

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી સાકળ
 ગુજરાતી બ્લોગપીડિયા
 ગુજરાતી બ્લૉગ્સ

   અનીલ લીંબાસીયા                                                      ફક્ત પાંચ

                                          મિનિટમાં પોતાનું આગવું હોમપેજ બનાવો!!!!

  બ્લોગ અને વેબસાઇટ બંનેમાં હોમપેજ તો હોય જ, પણ આપણે જેની વાત કરીએ છીએ એ જરા અલગ પ્રકારનું હોમપેજ છે.
(http://flavors.me) ફ્લેવર્સ.મી નામે ઇન્ટરનેટ પર એક એવી સર્વિસ ઉપલબ્ધ છે, જે તમને મફતમાં (થોડી મર્યાદાઓ સાથે) ચપટી વગાડતાં તમારી ઓનલાઇનપ્રેઝન્સ તૈયાર કરી આપે છે. આ સર્વિસ તમને જે સેવા આપે છે તે બ્લોગ કે વેબસાઇટ બંને કરતાં જુદી પડે છે. અહીં તમને તમારું પોતાનું હોમપેજ તૈયાર કરીને તેમાં, ઇન્ટરનેટના અનેકવિધ ખૂણેખાંચરે પથરાયેલી પડેલી તમારી અને તમને સંબંધિત બધી માહિતીને એક ઠેકાણે એકઠી કરી આપવાની સગવડ મળે છે.
   સૌથી પહેલાં નજરે ચઢતા ‘ગેટ સ્ટાર્ટેડ’ના બટન પર ક્લિક કરશો એટલે ઇમેઇલ આઇડી આપીને યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરતાં જ તમારું (http://flavors.me/ તમારું યુઝરનેમ) પ્રકારનું હોમપેજ તૈયાર થઈ જશે. આટલું થયું એટલે તમારું બેઝિક હોમપેજ તૈયાર થઈ ગયું.  સાઇટ કે હોમપેજ પરઆવતા લોકોને તમે શું શું બતાવવા ઇચ્છો છો, તે તમે આ કન્ટેન્ટવાળા ભાગમાં નક્કી કરી શકો છો. અહીંથી તમે આપણી જૂની ને જાણીતી સાઇટ્સ જેમ કે ફેસબુક, ટ્વીટર, પિકાસ, ફ્લિકર વગેરે પર તમે રોજબરોજ જે અપડેટ્સ કે ફોટોગ્રાફ કે વિડિયો મૂકો છો તેની લિંક અહીં સેટ કરી શકો છો. પરિણામે, તમારા સર્કલમાં રહેલા તમારા મિત્રોએ તમે અલગ અલગ જગ્યાએ શું અપડેટ્સ કરો છો તે જાણવા માટે અલગ અલગ જગ્યાએ જવું નહીં પડે. બધું જ તેમને એક જ જગ્યાએ સુલભ થશે.  ઉપરાંત પણ સંખ્યાબંધ  તમારા બ્લોગર કે વર્ડપ્રેસમાંના બ્લોગના લેખ પણ અહીં બતાવી શકો છો.તમારી ઓનલાઇન પ્રેઝન્સ ઊભી કરવી હોય કે તમે ફોટોગ્રાફી જેવા વ્યવસાયમાં હો તો તમારી પોતાની જરા અલગ પ્રકારની ઓનલાઇન ઓળખ તૈયાર કરવા માટે આ સર્વિસસરસ છે.

અનીલ લીંબાસીયા

યુ ટ્યુબના વિડીઓની મોજ માણો કોઈપણ જાતના બફરીંગ વગર

            યુટ્યૂબ પર આખી દુનિયાના પાર
વગરના વીડિયોઝ મળી રહે છે, તમે શોધી શોધીને અને જોઈ જોઈને થાકો તોય ક્યારેય ખૂટે નહીં, પણ  વીડિયો ઓપન કરીને તરત જોવાનું લગભગ શક્ય ન બને. વીડિયો થોડું ચાલે, અટકે, બફરિંગ થાય, વળી થોડુંજોવા મળે, વળી અટકે, વળી બફરિંગ થાય... પરિણામે કાં તો આપણે વીડિયો જોવાનુંમાંડી વાળીએ 
 સારી રીતે વિડીઓ જોવા માટે આ સુવિધાનો લાભ લેવા જેવો છે.એ માટે ફક્ત આટલું જ કરવાનું છે - http://www.youtube.com/feather_beta પર જાઓ અને Join the "Feather" Beta લિંક પર ક્લિક કરી દો. યુટ્યૂબ ચોખવટ કરે છે કે આ સુવિધા હજી બીટા ફેઝમાં છે અને બધા જ વીડિયો માટે એ ચાલુ ન પણ હોય. તમે ફીધર મોડમાં વીડિયો જોતા હશો ત્યારે જમણી તરફ એક બોક્સ જોવા મળશે, જેમાંઆપેલા વિકલ્પની મદદથી, તમે ફરી રેગ્યુલર વીડિયો મોડમાં જઈ શકો છો.  ---અનીલ લીંબાસીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો